.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

મંગળવાર, 28 સપ્ટેમ્બર, 2010

સાલા શબ્દ


આજીજી કરતાં પણ ન આવે સાલા શબ્દ,
બિચારા કવિને ખૂબ મૂંઝાવે સાલા શબ્દ.

પાછળ દોટ મૂકી કવિએ મીંચીને આંખો,
મૃગજળની જેમ તડપાવે સાલા શબ્દ.

પામવા તેને દરદરની ઠોકરો ખાધી,
ભિખારીની જેમ આ લબડાવે સાલા શબ્દ.

શબ્દ એવું માને જાણે ગરજ છે પોતાની,
એના ચાહકને ગાંડા ગણાવે સાલા શબ્દ.

સૌ કહે 'સાગર' આ તે કેવો છે અન્યાય?
અમુક પાસે પૂંછડી પટાવે સાલા શબ્દ.

- 'સાગર' રામોલિયા

2 ટિપ્પણીઓ:

Unknown કહ્યું...

કાવ્ય ખરેખર ન સમજાયું

Sagar કહ્યું...

dsp સાહેબ,
તમને કાવ્ય ન સમજાયું તે વાત જુદી છે. બાકી કંઈ અઘરી વાત નથી.આ કાવ્યની શ્રી sureshchandra manilal shethની કોમેન્ટ વાંચો. એટલે કાવ્યમાં શું કહ્યું છે તે સમજાય જશે. કોમેન્ટ નીચે મૂકેલ છે. છતાં ન સમજાય તો કઈ બાબત નથી સમજાતી તે લખશો તો વધુ પ્રકાશ પાડી શકાશે.
ભાઈશ્રી રામોલિયા,
પ્રથમ તો "સાલા" ઉપર ધ્યાન ગયુ પછી સમજાયુ કે આમાં "સાલા"ની વાત નથી પણ "શબ્દ" ની વાત છે.શબ્દો પરેશાન કરે છે તેની સામે ફરિયાદ છે, તેથી તેને "સાલા" જેવી બીનુપદ્રવી ગાળથી સંબોધવામાં આવે છે. પ્રથમ નજરે આ કાવ્ય "સાલા" ઉપર લાગે પણ ધ્યાનથી જોઈએ તો ખબર પડે કે આ તો "શબ્દ" ને સંબોધીને કરેલ કવિતા છે. "સાલા" તો એક ઉપાલંભ છે.