.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 28 એપ્રિલ, 2013

મોત આવ્યું

થોડું જમ્યો, ને મોત આવ્યું,
દુ:ખ ખમ્યો, ને મોત આવ્યું.

સદા રહ્યો અક્કડ બની,
જરા નમ્યો, ને મોત આવ્યું.

જઈ ન શક્યો કદી કયાંયે,
થોડું ભમ્યો, ને મોત આવ્યું.

રહ્યો અળખામણો સૌનો,
લગીર ગમ્યો, ને મોત આવ્યું.

સાગર હતો અગનજ્વાળા,
માંડ શમ્યો, ને મોત આવ્યું.


- સાગર રામોલિયા

રવિવાર, 21 એપ્રિલ, 2013

હું તને ચાહું છું

સનમ, સાંભળ! હું તને ચાહું છું!
નથી એમાં છળ, હું તને ચાહું છું!

જોઉં તને, કે તારી આવે યાદ,
ઊઠે પ્રેમ-વમળ, હું તને ચાહું છું!

માનીશ નહિ કદી હશે એમાં ઓટ,
પ્રેમ આ અચળ, હું તને ચાહું છું!

નિર્મળ નદીના સલિલ સમાણો,
વહેશે ખળખળ, હું તને ચાહું છું!

સાગર તારી આંખના પલકારે,
નવું મળે બળ, હું તને ચાહું છું!


- 'સાગર' રામોલિયા

સોમવાર, 1 એપ્રિલ, 2013