.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 26 મે, 2013

પ્રેમને પાંખો ફૂટી

પ્રેમી પંખીડાં ઊડ્યાં, પ્રેમને પાંખો ફૂટી,
મુક્ત ગગને વિહર્યાં, પ્રેમને પાંખો ફૂટી.

ક્યાંક કોયલનું કુહૂકુહૂ, ક્યાંક મોરનો ટહુકાર,
મસ્ત મનથી કૂજ્યાં, પ્રેમને પાંખો ફૂટી.
એકમેકમાં ખોવાઈને ઘણું તેઓ નાચ્યાં,
ગીતો ખૂબ ગણગણ્યાં, પ્રેમને પાંખો ફૂટી.

લીલી વનરાઈઓની શીળી છાંયામાં,
મન મૂકીને રમ્યાં, પ્રેમને પાંખો ફૂટી.

સાગર સંસારનું બંધન કેમ કરી સહે?
જેઓ પૂર્ણ પ્રેમ પામ્યાં, પ્રેમને પાંખો ફૂટી.


- સાગર રામોલિયા

રવિવાર, 19 મે, 2013

ખોવાયો હું (ગઝલ)

(ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગા)

કોઈ આવીને શોધો, ખોવાયો હું,
કોઈ નામે સંબોધો, ખોવાયો હું.

ગફલત મારી આવી થૈ શાના લીધે?
નોતા કોઈ અવરોધો, ખોવાયો હું!

રસ્તો ભૂલ્યો ચેતીને ચાલ્યો તોયે,
પાછળ પડ્યોતો ગોધો, ખોવાયો હું!

શોધો શોધો, મુશ્કેલીમાં પડ્યો છું,
કરુણાના પાડો ધોધો, ખોવાયો હું.

સાગર સૌનો શોધ્યો ક્યાં શોધાવાનો?
શોધે આવી કો યોદ્ધો, ખોવાયો હું.

 
સાગર રામોલિયા