આમ તો
બધું ચાલ્યા કરે, સરકાર છે!
કદી’ વાએ વહાણ તરે, સરકાર છે!
દિન-રાતની
રમતો હોય છે રમાતી,
પૃથ્વીની
જેમ ચક્કર ફરે, સરકાર છે!
લૂંટ,
ભ્રષ્ટાચાર, કિન્નાખોરી ને માથે ગોરખધંધા,
કોણ
જાણે ક્યાં જઈ સરે? સરકાર છે!
જોઈ
સારું સારું, ભાઈ મુખથી પડે લાળ,
તોયે
મદદનું બહાનું ધરે, સરકાર છે!
‘સાગર’ એમાં
વ્હાલાં-દવલાં હોય ન કશું,
જ્યાંથી
મળે, જઈ ત્યાં ચરે, સરકાર છે!
- ‘સાગર’ રામોલિયા