.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 24 માર્ચ, 2013

પ્રેમ (ગઝલ)

એમ ને એમ ટપકે છે પ્રેમ,
આભમાં ખૂબ ઝબકે છે પ્રેમ.

આંખના એક પલકારે રોજ,
ચાંદની જેમ ચમકે છે પ્રેમ.

રક્ત હો દોડતું દેહે એમ,
દિલમહીં ખૂબ ધડકે છે પ્રેમ.

થાય એ કેમ, જાણે એ કોણ?
સાપની જેમ સરકે છે પ્રેમ

એ જ છે સાગર ઘણો અણમોલ,
શું કદી ક્યાંય ખટકે છે પ્રેમ?

'સાગર' રામોલિયા

રવિવાર, 17 માર્ચ, 2013

બગીચે ફરીએ (ગઝલ)

(લગાગા લગાગા લગાગા લગાગા લગાગા લગાગા)

લગીરે મળી તો લઈએ, જઈને બગીચે ફરીએ,
વહાલો વહાવી વહીએ, જઈને બગીચે ફરીએ.

પહેલા કરેલી બધી વાત તાજી કરીએ ફરીને,
સુગંધી પળોમાં ઢળીએ, જઈને બગીચે ફરીએ.

ભલી જિંદગીને સજાવા અહીં સ્વપ્ન જોયાં હતાં જે,
ફરી ચાલને નીરખીએ, જઈને બગીચે ફરીએ.

અહીં આપણે ખૂબ ખાધી હતી વાનગીઓ મજાની,
ફરી સ્વાદ એ પીરસીએ, જઈને બગીચે ફરીએ.

હવે ચાલ સાગર પુરાણી કથાઓ જ છોડી દઈએ,
નવી વાતને આદરીએ, જઈને બગીચે ફરીએ.
 
- ‘સાગર રામોલિયા

રવિવાર, 10 માર્ચ, 2013

લઘુકાવ્ય


એક પંખી
મારી પાસે
આવ્યું
ને બોલ્યું,
"તું હોશિયાર છો?"
લે
મારા જેવો માળો
બનાવી દે...!
- 'સાગર' રામોલિયા