મીરાં અને હું
(ગીત)
મીરાંને મળ્યો કા’ન, મને અક્ષર મળ્યા,
બંને ધરતાં ધ્યાન, મને અક્ષર મળ્યા.
મીરાં કા’નની પ્રેમદીવાની,
હું
દીવાનો અક્ષરનો;
બંનેનો તો એક
જ ભાવ,
આનંદ
મળે જીવતરનો,
બંને કરીએ ગાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કા’ન, મને અક્ષર મળ્યા.
કા’નનાં ગુણ ગાવામાં
મીરાં,
શુદ્ધબુદ્ધ
પણ ગુમાવે;
હું પણ બનું
કલ્પનામાં મસ્ત,
અક્ષરો
જ નજરે આવે,
એ વિના જગ વેરાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કા’ન, મને અક્ષર મળ્યા.