.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 23 માર્ચ, 2014

ચૂંટણી ચડી ચકડોળે (લઘુકાવ્ય)

-->
કોણ સારા? કોણ ખરાબ?
કોણ વળી પ્રામાણિક-અપ્રામાણિક?
ને કોણ મોટો ભ્રષ્ટાચારી?
ક્યા ઘેર ભાણું?
આ ઘેર ભાણું,
આ બધું શોધવામાં
ચૂંટણી ચડી જાય છે
ચકડોળે.....

- સાગર રામોલિયા

રવિવાર, 16 માર્ચ, 2014

બુઝાવો હોળી (અછાંદસ)


આજના હિરણ્યકશિપુઓએ
પ્રજાના મનમાં
સળગાવેલ
ભય,
લાચારી,
ભૂખમરો
ને
લાલચની
હોળીને
શું
બુઝાવવાની
જરૂર નથી લાગતી?
- સાગર રામોલિયા

રવિવાર, 2 માર્ચ, 2014

ચૂંટણી આવી (કટાક્ષગીત)


ચાલ, મનુડિયા ચૂંટણી આવી,
આપણા માટે તો જલસા લાવી;
                 ચાલ, મનુડિયા.....
એક પક્ષના આવી આપશે પચાસ,
બીજા સો આપી મત માગશે ખાસ;
કોઈ વળી બસો જશે પકડાવી,
                 ચાલ, મનુડિયા.....
રોટલાનાં બટકાં ખાઈ કંટાળ્યા,
એક મહિનો નવા નાસ્તા આવ્યા;
લઈએ મોજની જિંદગી વધાવી,
                 ચાલ, મનુડિયા.....
ઈંગ્લીશના પેગની આવશે મોજ,
પછી ક્યાં મળવાનું છે રોજેરોજ?
પછી કોણ દેશે બારણું ખટખટાવી,
                 ચાલ, મનુડિયા.....
અત્યારે તો ભાઈ, કરશે લ્હાણી,
મીઠી-મીઠી તેઓ બોલશે વાણી;
પછી તો સઘળું લેશે પડાવી,
                 ચાલ, મનુડિયા.....
- સાગર રામોલિયા

રવિવાર, 9 ફેબ્રુઆરી, 2014

કરો ખમૈયા (હઝલ)

(લગાગા લગાગા લગાગા લગાગા)
 

હવે ખૂબ હાંકી, કરોને ખમૈયા!
ગયા કાન પાકી, કરોને ખમૈયા!

અવરની બુરાઈ કરી ખૂબ ઝાઝી,
બધી એબ ઢાંકી, કરોને ખમૈયા!

ન મૂક્યા ક્દી પથ્થરોનેય આઘા,
જશે એય થાકી, કરોને ખમૈયા!

લગાવ્યા, હતા એટલા દાવપેચો,
ત્યજી રમત વાંકી, કરોને ખમૈયા!

કહે વાત આવી ભલે ખૂબ સાગર,
હવે છે શું બાકી? કરોને ખમૈયા!

સાગર રામોલિયા

રવિવાર, 2 ફેબ્રુઆરી, 2014

આનંદ થશે (ગઝલ)


મનને મુક્ત રાખીને આવ, આનંદ થશે!
મુખને મલકાવીને આવ, આનંદ થશે!

ગોઠડી થશે મીઠી, એમાં હશે નહિ રંજ,
ચિંતાઓ બધી છોડીને આવ, આનંદ થશે!

સુખી થવા માટેનો છે એક જ રસ્તો અહીં,
ફરિયાદો દૂર મૂકીને આવ, આનંદ થશે!

હરિયાળું હો મન, તો હરિયાળી દુનિયા,
શુષ્કતાઓ ખંખેરીને આવ, આનંદ થશે!

સાગરની આ દુનિયામાં મોજ છે મોજાંની,
આવ, તું મસ્ત બનીને આવ, આનંદ થશે!


સાગર રામોલિયા

મંગળવાર, 14 જાન્યુઆરી, 2014

પતંગ કાપો (ગઝલ)

સત્યના દોરે દૂરાચારનો પતંગ કાપો,
ન્યાયના શસ્ત્રે અનાચારનો પતંગ કાપો.

માનવી માનવીમાં મથે ભય ફેલાવવા,
અપમાનરૂપી પાપાચારનો પતંગ કાપો.

સૌના હક માટેની જ્યાં ભુલાય છે ભાવના,
ભુરાયા થયેલ ભ્રષ્ટાચારનો પતંગ કાપો.

નરાધમ છડેચોક કરે નાગડદાઈ,
એવાના નાગા નૃત્યાચારનો પતંગ કાપો.

સાગર સામે ચાલીને બનતા મૂર્ખ સૌ,
એવો મનના મૂર્ખાચારનો પતંગ કાપો.


- સાગર રામોલિયા