સત્યના
દોરે દૂરાચારનો પતંગ કાપો,
ન્યાયના
શસ્ત્રે અનાચારનો પતંગ કાપો.
માનવી
માનવીમાં મથે ભય ફેલાવવા,
અપમાનરૂપી
પાપાચારનો પતંગ કાપો.
સૌના હક
માટેની જ્યાં ભુલાય છે ભાવના,
ભુરાયા
થયેલ ભ્રષ્ટાચારનો પતંગ કાપો.
નરાધમ
છડેચોક કરે નાગડદાઈ,
એવાના નાગા
નૃત્યાચારનો પતંગ કાપો.
‘સાગર’ સામે
ચાલીને બનતા મૂર્ખ સૌ,
એવો
મનના મૂર્ખાચારનો પતંગ કાપો.
- ‘સાગર’ રામોલિયા