.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 24 ડિસેમ્બર, 2017

ગગાને કોણ સમજાવે! (હઝલ)

ગગાને કોણ સમજાવે! (હઝલ)

ગગાને માન્યામાં ન આવે, ગગાને કોણ સમજાવે!
નેતા થવાનાં સપનાં સતાવે, ગગાને કોણ સમજાવે!

હા, જી હા! કરતા ચમચા આગળ-પાછળ ચાલે,
એને જલ્સા કેમ કરાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘુદાટ ભોજન ને માથે ડ્રાયફ્રુટ મુખવાસ,
અપચા પેટે કેમ પચાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘી મોંઘી હોટલો ને લકઝરીયસ એના રૂમ,
શરદીના કોઠે કેમ ફાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘા ચશ્મા, મોંઘી પેન ને ડિઝાઈનર કપડાં,
પાતળું તન કેમ શોભાવે? ગગાને કોણ સમજાવે!

લકઝરીયસ કારના જમેલામાં મસ્ત બની ફરે,
એમાં કેટલું પેટ્રોલ પુરાવે? ગગાને કોણ સમજાવે!

સ્વીસ બેંકમાં ખાતું રાખે, મફત વિદેશી સેર કરે,
આદર્શી ગગો નાણું ક્યાંથી લાવે? ગગાને કોણ સમજાવે!

શેર-સટ્ટો ને કૌભાંડોની રેસમાં આગળ ભાગે,
ભોળો ગગો કેમ ચાંચ ખુપાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘી-મોંઘી મિલ્કતો, 'સાગર' મોંઘાં છે રહેઠાણ,
ડરેલો ગગો સપનું ભગાવે, ગગાને કોણ સમજાવે!

- 'સાગર' રામોલિયા

શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2017

Shree Sardar Vallabhkatha

મારો નવો પ્રયાસ જરૂર જુવો.... શ્રીરામકથા અને શ્રીમદ ભાગવતકથાની જેમ સંગીતમય ત્રણ દિવસની 'શ્રી સરદાર વલ્લભકથા'ની નાનકડી ઝલક......... લેખન-સંકલન-વક્તા : 'સાગર' રામોલિયા - ૩૬ મિનિટનો સમય જરૂર કાઢજો... મારા આ નવા પ્રયાસની જાણ વધુ લોકો સુધી પહોંચે એવી આશા રાખું છું........... જોવા માટે નીચેની લિંક પર ક્લીક કરો...... https://youtu.be/7qC0czZrYCI

રવિવાર, 29 જાન્યુઆરી, 2017

Paper Footi Gayu Short Film પેપર ફૂટી ગયું

Documentory Film School 21 Jamnagar ડોક્યુમેંટરી ફિલ્મ શાળા નં ૨૧ જામનગર

પ્રેમનું એક ગીત

પ્રેમનું એક ગીત

આમ તો આપણે રોજ સામા મળીએ,
મુખ મલકાવીએ, કશું ન બોલીએ;
આમ તો આપણે...

કદી’ મળીએ પાંપણના પલકારે,
કદી’ સમજી લઈએ હોઠના ઈશારે;
હાથ હલાવવાની કોશિશ ન કરીએ,
આમ તો આપણે...

મુખ શા માટે? મનને બોલાવીએ,
હ્રદયના ઝંકારથી સૂર રેલાવીએ;
આનંદથી આનંદ આવી રીતે કરીએ,
આમ તો આપણે...

આ વિશાળ જગનો આજ કોઈ ડર નથી,
આપણે પંખીડાં, કોઈ આપણાથી ઉપર નથી;
મસ્તીનો સંબંધ, કોઈ નામ ન દઈએ,
આમ તો આપણે...

- ‘સાગર’ રામોલિયા