.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 5 સપ્ટેમ્બર, 2010

મૂરતિયો કમાલ છે

મારી આ હઝલ વીણેલામોતી.કોમમાં મૂકેલ છે. પરંતુ તેની વિડિયો ફાઇલ સાથે અહીં ફરીથી મૂકું છું. વિડિયો જુઓ અને વધુ હસો...

કાચબા જેવી ઢાલ છે, બાકી મૂરતિયો કમાલ છે,
કાયમી ફાટેલ ગાલ છે, બાકી મૂરતિયો કમાલ છે.

બાકી હતું તો પ્રભુએ હાથમાં લકવો દીધો,
થોડીક ખાંગી ચાલ છે, બાકી મૂરતિયો કમાલ છે.

ખેડાયેલું ખેતર થોડા વાળથી ઢાંકવા મથે,
પોણા ભાગમાં ટાલ છે, બાકી મૂરતિયો કમાલ છે.

‘વનવે’ નજર છે, નાકની નદી છે બે કાંઠે,
આંખોના બૂરા હાલ છે, બાકી મૂરતિયો કમાલ છે.

‘સાગર’ એનાં વખાણ તો કરો એટલાં ઓછાં,
કાનમાં હડતાલ છે, બાકી મૂરતિયો કમાલ છે.

‘સાગર’ રામોલિયા

4 ટિપ્પણીઓ:

Arvind Patel કહ્યું...

મજા આવી ગઈ સાગરભાઈ.
-અરવિંદભાઈ પટેલ, યુ.કે.થી.

રાજની ટાંક કહ્યું...

ખૂબ ખૂબ અભિનંદન સાગરભાઈ,મસ્ત હઝલ..

ઈશ્ક પાલનપુરી કહ્યું...

સરસ હઝલ ! બ્લોગ ને સરસ શણગાર્યો છે

P U Thakkar કહ્યું...

વાંચવાની અને પછી સાગરભાઇ પાસેથી જામનગરી સ્ટઇલમાં સાંભળવાની મઝા આવી ગઇ.સરસ રચના..