મીરાંને મળ્યો કા’ન,
મને અક્ષર મળ્યા,
બંને ધરતાં ધ્યાન, મને અક્ષર મળ્યા.
મીરાં કા’નની પ્રેમદીવાની,
હું દીવાનો અક્ષરનો;
બંનેનો તો એક જ ભાવ,
આનંદ મળે જીવતરનો,
બંને કરીએ ગાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કા’ન, મને
અક્ષર મળ્યા.
કા’નનાં ગુણ ગાવામાં મીરાં,
શુદ્ધબુદ્ધ પણ ગુમાવે;
હું પણ બનું કલ્પનામાં મસ્ત,
અક્ષરો જ નજરે આવે,
એ વિના જગ વેરાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કા’ન, મને
અક્ષર મળ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો