હે, ગઝલ! મને તારા જેવો બનાવી દે!
ઝાઝી નહિ, તો એકાદ ‘વાહ’ અપાવી દે!
કોઈનું ડોલે મન, તો મસ્તક કોઈનું ડોલે,
મુજમાં એવી હળવી લહેર વહાવી દે!
એવી મોહિની તારી, સૌ કોઈ ડૂબે એમાં,
બૂંદ એમાંનું એકાદ, મુજમાં ટપકાવી દે!
કેમ આવી શકું તારા જાદુના તોલે?
નાની પણ, જાદુઈ છડી પકડાવી દે!
‘સાગર’ છે નામ મારું, તોયે હું વામણો,
કોઈ નહિ તો મુજને મુજમાં સમાવી દે!
- ‘સાગર’ રામોલિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો