લે,
આવ્યો વરસાદ, ભીંજાઈ લે!
કુદરતે
કર્યો નાદ, ભીંજાઈ લે!
ટાણું
છે આ આનંદ લૂંટવાનું,
શીદને
રહે બાદ, ભીંજાઈ લે!
મનને
મારી મળશે નહિ કૈં,
રોક નહિ
ઉન્માદ, ભીંજાઈ લે!
ભીંજાવું
તો ભીંજાવું, એમાં જીદ શેની?
કર્યા
વિના વિખવાદ, ભીંજાઈ લે!
‘સાગર’ કરી દીધાં
મનોરથ પૂરાં,
પૂરી
આપી દે દાદ, ભીંજાઈ લે!
‘સાગર’ રામોલિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો