.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

મંગળવાર, 24 ઑગસ્ટ, 2010

એઈ, કા'નુડા!

એઈ, કા'નુડા!
શ્રાવણ મહિનો આવ્યો,
ને તારા જન્મદિવસના ભણકારા વાગે છે.
પરંતુ, તું જન્મ લેવાનું માંડી વાળ તો?
કારણ,
અહીં નિત્ય નવા કા'નુડા જન્મે છે,
એમાં તને ઓળખશે કોણ?
એ બધા છે તુજથી ચડિયાતા,
તું તો ગોપીઓને રાસ રમાડતો,
આજે તો ગોપીઓને રાત રમાડે છે;
વળી તું ભોળવતો ગોપીઓને વાંસળીથી,
ભોળવાય છે આજની ગોપીઓ
પૈસા અને ફેશનની કાંચળીથી...

- 'સાગર' રામોલિયા

4 ટિપ્પણીઓ:

સીમા દવે કહ્યું...

સરસ. મને ગમી.

કૌશિક ભાવસાર કહ્યું...

સુંદર કાવ્ય. અખાના છપ્પા જેવું.
સાગરભાઈ,
કૃષ્ણ જન્માષ્ટમી એટલે આપણી અંદર કૃષ્ણ ને જન્મવા , કૃષ્ણ ને જન્મવા એટલે એના વિચાર અને કાર્ય ને જન્મવા , કૃષ્ણ નો વિચાર એટલે : શ્રીમદ ભગવદ ગીતા -અને કાર્ય એટલા ધર્મ સંસ્થાના કાર્ય મા પાંડવો ને જોડવા ...આજના બની બેઠેલા દુશાશન, ધ્રુત્મ્-રાષ્ટ્ર , દુર્યોધન વગેરે ને માત્ર -ચક્રધારી -શ્ ખધારી- યુદ્ધ નું આવાહન કરતો કૃષ્ણ ને આપણી અંદર આદર્શ રૂપે જન્મવા .."ઘાટ મારો કૃષ્ણ ના સુદર્શન જેવો -ધારો તો હું ધર્મ છું -અને આમ ધારો તો ધ્વંશ છું !!!

અશોકકુમાર -'દાદીમાની પોટલી' કહ્યું...

સાગરભાઈ,

આજની હકીકત ને કાવ્યમાં સરસ વણી લીધી છે. આપની અન્ય રચના માનવભાઈ નાં બ્લોગ પે વાંચેલ, જે પણ સરસ છે.

સુંદર કાવ્ય...

અભિનંદન

અશોકકુમાર -'દાદીમાની પોટલી'
http:das.desais.net

P U Thakkar કહ્યું...

જોડો ડંખે તેમ સાંપ્રત સમયની ખૂંચતી સ્થિતીને સારી રીતે શબ્દસ્થ કર્યું છે..

પણ એ અસલ કાનુડો ક્યારેક આવી જ જશે..યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત..

ક્યારે અને કયા સ્વરૂપે આવશે; એ એની માયા છે. પણ જરૂર જરૂર આવશે, એ એનું અભય વચન છે..

સાગરભાઇ, આપને ખુંચતી આ સ્થિતી ભગવાન નોંધી લે તેવી આશા રાખીએ..એક સારો ખ્યાલ..