આમ તો
આપણે રોજ સામા માળીએ,
મુખ
મલકાવીએ, કશું ન બોલીએ;
આમ તો આપણે...
કદી’ મળીએ પાંપણના પલકારે,
કદી’ સમજી લઈએ હોઠના ઈશારે;
હાથ
હલાવવાની કોશિશ ન કરીએ,
આમ તો આપણે...
મુખ શા
માટે? મનને બોલાવીએ,
હ્રદયના
ઝંકારથી સૂર રેલાવીએ;
આનંદથી
આનંદ આવી રીતે કરીએ,
આમ તો આપણે...
આ વિશાળ
જગનો આજ કોઈ ડર નથી,
આપણે
પંખીડાં, કોઈ આપણાથી ઉપર નથી;
મસ્તીનો
સંબંધ, કોઈ નામ ન દઈએ,
આમ તો આપણે...
- ‘સાગર’ રામોલિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો