.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 13 નવેમ્બર, 2011

ઉપાડો તો મને! (ગઝલ)

શક્તિ ગૈ સારી, ઉપાડો તો મને!
બુદ્ધિ ગૈ મારી, ઉપાડો તો મને!

દેહ સૂકો, હાડકાં બે-ચાર છે,
તો જરા ધારી, ઉપાડો તો મને!

ડૂબવાનો છીછરાયે નીરમાં,
લો તમે તારી, ઉપાડો તો મને!

હો' તમોને જીતવાની ચટપટી,
આ ગયો હું હારી, ઉપાડો તો મને!

તોય 'સાગર' ભાર સંસારી ઘણો,
લો થયો ભારી, ઉપાડો તો મને!

- 'સાગર' રામોલિયા

ટિપ્પણીઓ નથી: