એક વાંસળી મધુરી તું આપી દે કાના,તો હું પણ કાનુડો બનું!
તારા ગયાને હવે વીત્યા છે જમાના,
તો હું પણ કાનુડો બનું!
મોરપીચ્છનો સુંદર હતો શણગાર,
ડોકમાં મોતીઓની માળા;
દેહ તારો કાળો તોયે કેવી એ મોહિની,
તને મોહતી વ્રજની બાળા!
તારા ગુણના સઘળા આપી જા ખજાના,
તો હું પણ કાનુડો બનું!
કદી બન્યો પ્રેમી તો કદી વિનાશક,
દૂર કર્યો દુષ્ટોનો ત્રાસ;
જમાનાની ગાડી ચાલી અવળા પાટે,
એમાં કેમ મળી શકે પ્રાસ!
તારા હથિયારો બધાં આપી જા છાનામાનાં,
તો હું પણ કાનુડો બનું!
એક વાંસળી મધુરી તું આપી દે કાના,
તો હું પણ કાનુડો બનું!
- 'સાગર' રામોલિયા
6 ટિપ્પણીઓ:
khubaj saras......very nice........saras rachnaa
સુંદર ...કૃષ્ણ નું હથિયાર " શ્રીમદ ભગવદ ગીતા " એક માત્ર કલ યુગ ના પ્રશ્ નો નિરાકરણ છે. -व्यास મુની એ મહાભારત માં કહ્યું છે " कालोव केशव किर्तनाद " .--:
"ના તેજ દીસે ના તપસ્ચર્યા ,ના જીવન માં કોઈ નિષ્ઠા છે ...
અપમાનિત જીવન કરતા જીવંત મૃત્યુ જે જંખે છે,
એ આર્ય જીવન ની તુલના માં મુજ જીવન મુજ ને ડંખે છે.
ભારત ના ભવ્ય ભૂત કાળ ની સૌ ના દિલ માં શંકા છે ,
અવતાર ને ઋષિ ના શ્રમ પર આ સૌ એ કીથી લઘૂશંકા છે!!".
very nice .....!!!
saras rachnaa
શ્રી સાગરભાઈ,
ખુબ સુંદર રચના અને એટલો સુંદર ભાવ.
દિલને મોહી લે એવી અલભ્ય રચના.
અભિનંદન.
very nice
ટિપ્પણી પોસ્ટ કરો