નેતા-પ્રજા વચ્ચેનો પુલ ચમચો,કૌભાંડના ખીલવે ગુલ ચમચો.
મીઠી વાણીથી પ્રજાને ભોળવતો,
જાણે મીઠુંડું બુલબુલ ચમચો.
શરીરે આવે ઘાટી એમાં શું માલ?
ખોરાક ખાય છે ’અમૂલ’ ચમચો.
વગર પૈસે કોઈ કામ કરી દે,
કરે ન એવી ભૂલ ચમચો.
‘સાગર’ બલાની કરો ચમચાગીરી,
ફાયદો કરાવે અતુલ ચમચો.
(અમૂલ-દૂધ, ઘી, માખણ વગેરે,
અતુલ-તુલના વગર)
- ’સાગર’ રામોલિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો