ચિત્રનગરીની
સફરે
|
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-8)
|
એક દિવસ છાપું વાંચતો
હતો. અચાનક ઘ્યાન એક એવા સમાચાર તરફ ખેંચાયું,
જે વાંચીને આનંદ થયો.
સમાચાર હતા, ‘શહેરના ટાઉનહોલમાં ચિત્રનગરીનું આયોજન. એક નવલોહિયા ચિત્રકારનાં ચિત્રોનું
પ્રદર્શન. જે ચિત્રોના દીવાના બન્યા છે
શહેરના લોકો. એ ચિત્રકારનું નામ છે : રતિ રાઠોડ.'
|
મને પણ મન થયું. હું
પણ ગયો ટાઉનહોલમાં. એક પછી એક ચિત્રોનું નિરીક્ષણ કરતો જતો હતો. મનમાં થતું હતું, ચિત્ર દોરવાની આ હથોટી તો હું જાણતો હોઉં એમ કેમ લાગે છે! વળી થયું, હશે! ભ્રમ થયા કરે! આમ વિચારીને આગળ વધતો હતો. એક તરફ યુવક-યુવતીઓનું ટોળું એક યુવાનને
ઘેરીને ઓટોગ્રાફ-ઓટોગ્રાફનો શોર કરતું હતું.
પણ મને તો ચિત્રો જોવામાં જ રસ હતો. એટલે હું તો તે જોવામાં મશગૂલ હતો. ત્યાં તો મારા પગમાં આંચકો લાગ્યો. મેં જરા
ગભરાટમાં પગ તરફ જોયું. તો આ શું?
તે યુવાન મારા પગ પકડીને
બેસી ગયો હતો. ત્યાં રહેલ બધા તેને જોઈને ઊભા રહી ગયા હતા. મેં તે યુવાનને ઊભો કર્યો.
|
મેં કહ્યું, ‘‘આ શું,
ભાઈ?''
|
તે કહે, ‘‘તમે તો છો મારી આ દુનિયાના સર્જક.''
|
મેં પૂછયું, ‘‘હું તો તને ઓળખતો પણ નથી. તો તું આવું કેમ કહે છે?''
|
તે બોલ્યો, ‘‘તમે મને સારી રીતે ઓળખો છો. મારું નામ પણ તમારા કોઈ સર્જનમાં છે.''
|
મેં કહ્યું, ‘‘મને ઉખાણાં બહુ ઓછાં ફાવે છે. એટલે એ રહેવા દે!''
|
તેણે જવાબ આપ્યો, ‘‘અરે,
રામોલિયાસાહેબ! હું તમારી
પાસે ભણતો હતો તે - રતિયો રાજાભાઈ રાઠોડ.''
|
આ સાંભળીને મને તરત
ઝબકારો થયો. મારાં ર૮ પુસ્તકોમાંથી ત્રીજા નંબરનું પુસ્તક - મારો હઝલસંગ્રહ - ‘મારી બલા'.
મારે તેમાં કાર્ટુનચિત્રો
મૂકવા હતાં. ત્યારે આ રતિયો
સાતમા ધોરણના મારા વર્ગમાં હતો. એકદમ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાંથી આવે. દુઃખની વાત એ હતી, કે તેને વાંચવા-લખવા સાથે વેર હતું. પણ ચિત્રો સરસ દોરતો. મેં તેને કાર્ટુન દોરવાની
વાત કરી. તે બોલ્યો હતો,
‘‘મને કાર્ટુન દોરતા ન આવડે.'' મેં
કહ્યું, ‘‘હું તને રસ્તો દેખાડતો જઈશ.'' અને આ રીતે કાર્ટુન દોરવાનું શરૂ
થયું. શરૂઆતમાં કોઈ નમૂના દેખાડતો અને એ રીતે દોરાવતો. પછી તો હું વર્ણન કરી દઉં ને એ દોરી નાખે. એક દિવસ એ બોલ્યો
હતો, ‘‘સર! તમે તો મને કાર્ટુન દોરતા શીખવી દીધું!'' આમ,
મારા એ પુસ્તકની દરેક હઝલ
સાથે મૂકેલ કાર્ટુન આ રતિયાએ જ દોરેલ.
મેં તેને થોડી રકમ આપી તો તે રાજી-રાજી થઈ ગયો. તે સમયે મેં તેને કહ્યું હતું, ‘‘તારામાં
ચિત્રકામની આવડત ખૂબ છે. વાંચતાં-લખતાં શીખી
જા અને ભણવામાં ઘ્યાન દે! પછી આગળ ભણીને ચિત્રશિક્ષક બની જાજે. તું તારી ગરીબાઈમાંથી બહાર નીકળી શકીશ.'' સમય ઉપર જાણે ઘણાં ઝાળાં બાઝી ગયાં હતાં. નાના બાળકમાંથી તે યુવાન બની ગયો હતો અને
રતિયોમાંથી રતિ બની ગયો હતો. એટલે ઓળખવામાં તકલીફ થઈ હતી.
|
મેં પૂછયું, ‘‘કેટલું ભણ્યો?
કયાં નોકરી કરશ?''
|
તે બોલ્યો, ‘‘સાહેબ,
ભણવા સાથેનું વેર તો ગયું
નહિ. પણ તમારા પ્રોત્સાહનના શબ્દોએ મને
મારી ગરીબીમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડી દીધો. ચિત્રકામમાં ઘ્યાન આપવા લાગ્યો અને તેમાં આગળ વધી ગયો.
ખૂબ પ્રસિદ્ધિ મળી.''
પછી ધીમેથી મારા કાન પાસે
બોલ્યો, ‘‘સર! મારા ચિત્રોના દીવાના અને ઓટોગ્રાફ લેવા પડાપડી કરતાં આ લોકોને એ ખબર નથી કે, મને પૂરું વાંચતાંય આવડતું નથી.''
|
પછી મેં કહ્યું, ‘‘એ બધું મૂક! પણ તારી કળાને તેં ખૂબ ઉજાગર કરી છે. હું તો ખૂબ હરખાઈ ગયો છું. શાબાશ, દીકરા શાબાશ!''
|
- ‘સાગર' રામોલિયા
|
.
કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/
http://sagarramolia.wordpress.com/
મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...
http://www.sardarvallabh.blogspot.com/
મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...
www.vidhva.blogspot.comશુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2019
મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૮
રવિવાર, 1 સપ્ટેમ્બર, 2019
મારા ઠોઠ વિદ્યાર્થીઓ-6
સાહેબ!
હું તો સુગંધને વેંચું છું
|
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-6)
|
એક દિવસ એક દુકાને જવાનું થયું. એ
દુકાનની બાજુમાં ફૂલોની એક દુકાન હતી. ત્યાં ફૂલ લેવાવાળાની સંખ્યા
ઘણી હતી. હું પેલી દુકાનની બહાર ઊભો હતો. મેં
ફૂલોની દુકાન તરફ નજર કરી. એ જ સમયે ફૂલ
વેંચનાર યુવતીની નજર મારા ઉપર પડી. તેણે ફૂલ વેંચવાનું મૂકયું બાજુમાં ને થઈ ગઈ ઊભી. આવી મારી પાસે. મને થયું, આ આમ કેમ કરે છે?
પછી થયું કદાચ મને ઓળખતી હશે.
|
આવીને પગે લાગી. પછી બોલી, ‘‘રામોલિયાસર,
મને ઓળખી?''
|
ફૂલ લેવા આવનારા સૌ અમારી તરફ જોઈ રહ્યા
હતા. તેમાંથી કેટલાકને ઉતાવળ પણ હશે. એટલે મનમાં એવું
પણ બોલ્યા હોય,
‘આ વચ્ચે કયાંથી ભૂટકયો?' પણ આ યુવતીને જાણે હવે ફૂલ
વેંચવાની કોઈ ઉતાવળ જ નહોતી લાગતી. તે મારા સામે જોઈને ઊભી રહી ગઈ. મને પૂછાયેલ પ્રશ્નના જવાબમાં મેં મૂંડી હલાવીને
‘ના'
પાડી.
|
તે બોલવા લાગી, ‘‘યાદ કરો,
યાદ કરો! હું ભણવાની ચોર.
તમે મને ધરાર-ધરાર વાંચતાં શીખવ્યું.
યાદ કરો, યાદ કરો! એક વખત તમે મને ધીમેથી ટાપલી મારી હતી... તોયે મોટેમોટેથી રોઈને નિશાળ
ગજવી મૂકી હતી. યાદ કરો,
યાદ કરો! એક દિવસ મેં તમારી ફાઈલ તોડી નાખી હતી. યાદ કરો, યાદ કરો! તોયે તમે મને માફ કરી દીધેલ. યાદ કરો,
યાદ કરો! ધીમે-ધીમે
સમજાવીને તમે મારી ‘ભણવાની ચોર' લાયકાત ભગાડી દીધી. યાદ કરો, યાદ કરો!''
|
હવે મેં એને વચ્ચે જ અટકાવી અને
બોલ્યો, ‘‘હવે બસ કર, નયના નરોત્તમભાઈ નાનાણી! એ બધું મૂક! આ ફૂલ
ખરીદવાવાળા તારી વાટ જુવે છે! પણ તું ફૂલ ખૂબ સુગંધી વેંચે છે હો!''
|
હું આટલું બોલ્યો, ત્યાં તો તે ફરી ટપકી પડી, ‘‘સાહેબ, હું તો સુગંધને વેંચું છું, પણ તમે તો સુગંધ વેરી છે, વહેંચી
છે. એ સુગંધ લઈલઈને ઘણા ડૉકટર બની ગયા છે, ઘણા ઈજનેર બની ગયા છે, ઘણા
તમારી જેમ શિક્ષક બની ગયા છે અને તમે વેરેલી સુગંધને વધુ
ફેલાવે છે. મારા જેવા પણ ઘણા હશે,
જેણે તમે વેરેલી સુગંધથી, કયારેક
ટકોરરૂપે કરેલ માર્ગદર્શનથી નોકરી કરીને નહિ, પણ
વ્યવસાય કરીને પોતાની જિંદગીને સજાવી
હશે. એક વાત કહું સાહેબ! મને તમે ભણતી તો કરી દીધી હતી, પણ છતાંયે પ્રાથમિક ભણી લીધા પછી મારા મનમાં તો તમે કહેલી
હેલન કેલરની વાતો જ ગૂંજ્યા કરતી હતી. આંધળી, બહેરી,
મૂગી હોવા છતાં તે સ્પર્શથી
શીખી અને જગતમાં પ્રખ્યાત થઈને પોતાની
સુગંધ પ્રસરાવી દીધી. મને સુગંધ ખૂબ ગમે સાહેબ! હું એ રીતે તો સુગંધ ફેલાવવા લાયક ન બની શકી, પણ આ ફૂલનો ધંધો કરીને સતત સુગંધ સાથે રહેવાનું નક્કી કર્યું. પહેલા નાનો ધંધો અને
આજે અનેક જાતનાં ફૂલોનો અમારો પોતાનો વિશાળ બગીચો બનાવી
લીધો છે અને એકદમ ઠાઠથી જીવી શકીએ એવી કમાણી કરી લઈએ છીએ. કદાચ તમારા પગારથી વધુ આવક હશે, પણ તમને તો ન જ પહોંચી શકીએ. તમારી પાસે વિદ્યારૂપી ધન છે, જે અનેકને આપો છો,
છતાંયે ખૂટશે જ નહિ. હું
જે સુગંધ વેંચું છું, એ તો એક કલાક રહેશે કે એક દિવસ રહેશે, કાલે તો એ કયાંક કચરાના ઢગલામાં પડી હશે. પણ સાહેબ! તમે વહેંચેલી, તમે
વેરેલી સુગંધ તો અનેક ગણી થઈને ફેલાતી રહેશે. હું પણ એમાંની એક છું. તમે વિદ્યાર્થીઓને આગળ વધવા માટેની જે
બોધપ્રદ વાતો કહેતા,
તે કોઈને ત્યારે જ સમજાઈ ગઈ હશે, તો મારા જેવા ઘણાને પછી સમજાણી હશે. પણ એનો ફાયદો તો થયો જ છે.''
|
હવે
મારે એને અટકાવવી પડી. ફૂલ ખરીદવાવાળા પણ ઉતાવળ કરવાને બદલે તેની વાતો અહોભાવથી સાંભળવા લાગ્યા હતા. મેં
કહ્યું, ‘‘નયના! તું તો ખરેખર હોશિયાર થઈ ગઈ છો! તું જેમાં મને નિમિત્ત માનશ, એમાં સમજણ અને મહેનત તો તારી છે. શિક્ષકની વાતને જે વિદ્યાર્થી સમજી શકે, એ શિક્ષકને તો માનના હકદાર બનાવે જ છે, પણ પોતાની જિંદગીને ખૂબ સુગંધી બનાવી શકે છે અને એ
સુગંધથી સમાજમાં પોતાનું આકર્ષણ ફેલાવી શકે છે.
તારી આ વાતો સાભંળીને મને ખૂબ જ આનંદ થયો છે. હું ગૌરવની લાગણી અનુભવું છું.''
|
-
‘સાગર' રામોલિયા
|
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)