.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

મંગળવાર, 20 ફેબ્રુઆરી, 2018

હઝલ

કરો ખમૈયા (હઝલ)
(લગાગા લગાગા લગાગા લગાગા)

હવે ખૂબ હાંકી, કરોને ખમૈયા!
ગયા કાન પાકી, કરોને ખમૈયા!

અવરની બુરાઈ કરી ખૂબ ઝાઝી,
બધી એબ ઢાંકી, કરોને ખમૈયા!

ન મૂક્યા ક્દી’ પથ્થરોનેય આઘા,
જશે એય થાકી, કરોને ખમૈયા!

લગાવ્યા, હતા એટલા દાવપેચો,
ત્યજી રમત વાંકી, કરોને ખમૈયા!

કહે વાત આવી ભલે ખૂબ ‘સાગર’,
હવે છે શું બાકી? કરોને ખમૈયા!

‘સાગર’ રામોલિયા

રવિવાર, 24 ડિસેમ્બર, 2017

ગગાને કોણ સમજાવે! (હઝલ)

ગગાને કોણ સમજાવે! (હઝલ)

ગગાને માન્યામાં ન આવે, ગગાને કોણ સમજાવે!
નેતા થવાનાં સપનાં સતાવે, ગગાને કોણ સમજાવે!

હા, જી હા! કરતા ચમચા આગળ-પાછળ ચાલે,
એને જલ્સા કેમ કરાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘુદાટ ભોજન ને માથે ડ્રાયફ્રુટ મુખવાસ,
અપચા પેટે કેમ પચાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘી મોંઘી હોટલો ને લકઝરીયસ એના રૂમ,
શરદીના કોઠે કેમ ફાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘા ચશ્મા, મોંઘી પેન ને ડિઝાઈનર કપડાં,
પાતળું તન કેમ શોભાવે? ગગાને કોણ સમજાવે!

લકઝરીયસ કારના જમેલામાં મસ્ત બની ફરે,
એમાં કેટલું પેટ્રોલ પુરાવે? ગગાને કોણ સમજાવે!

સ્વીસ બેંકમાં ખાતું રાખે, મફત વિદેશી સેર કરે,
આદર્શી ગગો નાણું ક્યાંથી લાવે? ગગાને કોણ સમજાવે!

શેર-સટ્ટો ને કૌભાંડોની રેસમાં આગળ ભાગે,
ભોળો ગગો કેમ ચાંચ ખુપાવે? ગગાને કોણ સમજાવે!

મોંઘી-મોંઘી મિલ્કતો, 'સાગર' મોંઘાં છે રહેઠાણ,
ડરેલો ગગો સપનું ભગાવે, ગગાને કોણ સમજાવે!

- 'સાગર' રામોલિયા

શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2017

Shree Sardar Vallabhkatha

મારો નવો પ્રયાસ જરૂર જુવો.... શ્રીરામકથા અને શ્રીમદ ભાગવતકથાની જેમ સંગીતમય ત્રણ દિવસની 'શ્રી સરદાર વલ્લભકથા'ની નાનકડી ઝલક......... લેખન-સંકલન-વક્તા : 'સાગર' રામોલિયા - ૩૬ મિનિટનો સમય જરૂર કાઢજો... મારા આ નવા પ્રયાસની જાણ વધુ લોકો સુધી પહોંચે એવી આશા રાખું છું........... જોવા માટે નીચેની લિંક પર ક્લીક કરો...... https://youtu.be/7qC0czZrYCI

રવિવાર, 29 જાન્યુઆરી, 2017

Paper Footi Gayu Short Film પેપર ફૂટી ગયું

Documentory Film School 21 Jamnagar ડોક્યુમેંટરી ફિલ્મ શાળા નં ૨૧ જામનગર

પ્રેમનું એક ગીત

પ્રેમનું એક ગીત

આમ તો આપણે રોજ સામા મળીએ,
મુખ મલકાવીએ, કશું ન બોલીએ;
આમ તો આપણે...

કદી’ મળીએ પાંપણના પલકારે,
કદી’ સમજી લઈએ હોઠના ઈશારે;
હાથ હલાવવાની કોશિશ ન કરીએ,
આમ તો આપણે...

મુખ શા માટે? મનને બોલાવીએ,
હ્રદયના ઝંકારથી સૂર રેલાવીએ;
આનંદથી આનંદ આવી રીતે કરીએ,
આમ તો આપણે...

આ વિશાળ જગનો આજ કોઈ ડર નથી,
આપણે પંખીડાં, કોઈ આપણાથી ઉપર નથી;
મસ્તીનો સંબંધ, કોઈ નામ ન દઈએ,
આમ તો આપણે...

- ‘સાગર’ રામોલિયા

શુક્રવાર, 10 જૂન, 2016

गायोनुं रस्ता-रोको आंदोलन

रस्तामां रोकीने मने कहे एक गाय,
हुं अहीं ऊभी ने तुं आम क्यां जाय?

अमे तो छीए माता, तमे अम पुत्र,
चाल्यो क्यां आचमनमां लीधा विना गौमूत्र!

गायनुं राखी मान, रस्तो में बदल्यो,
त्यां पांच गौ-पुत्रीओए डोळा काढी आंतर्यो.

मांड मांड शोधी सांकडी एक शेरी,
अलमस्त गाय घूरकी, शीदने थाश वेरी?

मांडी बीजी शेरीमां घरडी गाये मोकाण,
मुज बुढीने करीश ऊभी? आपी दईश आण!

बधेथी बचतो बचतो मोटा रस्ते गयो,
जोयुं गायोनुं टोळुं, ने बेभान जेवो थयो.

हिंमत करी आगळ वध्यो, मांड रस्तो थाय,
ओफिसमां बोस ताडूक्या, "आटलुं मोडुं कराय?"

- `सागर' रामोलिया

મંગળવાર, 31 મે, 2016

મીરાં અને હું (ગીત)

મીરાં અને હું (ગીત)
મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા,
બંને ધરતાં ધ્યાન, મને અક્ષર મળ્યા.
        મીરાં કાનની પ્રેમદીવાની,
                હું દીવાનો અક્ષરનો;
        બંનેનો તો એક જ ભાવ,
                આનંદ મળે જીવતરનો,
બંને કરીએ ગાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા.

        કાનનાં ગુણ ગાવામાં મીરાં,
                શુદ્ધબુદ્ધ પણ ગુમાવે;
        હું પણ બનું કલ્પનામાં મસ્ત,
                અક્ષરો જ નજરે આવે,
એ વિના જગ વેરાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા.

સાગર રામોલિયા

શુક્રવાર, 6 માર્ચ, 2015

ગુરુવાર, 5 માર્ચ, 2015


મંગળવાર, 3 ફેબ્રુઆરી, 2015

બાળક

આમ તો હોય છે રાજા બાળક,
સદા રહે તરોતાજા બાળક.
મળે તક થોડી પણ ક્યાંયે,
ખોલે જ્ઞાન-દરવાજા બાળક.
કોઈનું ન ચાલે એની સામે,
એવા કરે તકાજા બાળક.
મીઠેરી એક મુસ્કાન આપીને,
ચહેરા કરી દે સાજા બાળક.
‘સાગર’ એનો જુઓ તો દબદબો!
ચાહકો બનાવી લે જાજા બાળક.
– ‘સાગર’ રામોલિયા

હે, ગઝલ!

હે, ગઝલ! મને તારા જેવો બનાવી દે!
ઝાઝી નહિ, તો એકાદ વાહ અપાવી દે!

કોઈનું ડોલે મન, તો મસ્તક કોઈનું ડોલે,
મુજમાં એવી હળવી લહેર વહાવી દે!

એવી મોહિની તારી, સૌ કોઈ ડૂબે એમાં,
બૂંદ એમાંનું એકાદ, મુજમાં ટપકાવી દે!

કેમ આવી શકું તારા જાદુના તોલે?
નાની પણ, જાદુઈ છડી પકડાવી દે!

સાગર છે નામ મારું, તોયે હું વામણો,
કોઈ નહિ તો મુજને મુજમાં સમાવી દે!

- ‘સાગર’ રામોલિયા

આવ! (ગઝલ)


કોઈ ને કોઈ બહાને આવ!
થનગનતા તું તાને આવ!
સંભળાશે સૂરીલું સંગીત,
આવ, સરવા કાને આવ!
સરળ છે આ રસ્તો સીધો,
ભલેને તું બેધ્યાને આવ!
બારી, બારણાં, દીવાલ નથી,
મુજ મનના મકાને આવ!
‘સાગર’ની દુનિયા અલગારી,
ઊંચેરા અરમાને આવ!
– ‘સાગર’ રામોલિયા

हम तो जीना चाहते है

हम तो जीना चाहते है,
लेकिन कौन मौका देते है?
कुछ नया करते है,
तो पागल ठहरा देते है.
हमारा तो क्या?
हम तो ठहरे राही,
दूसरो को गिराने में,
खुद को ही गिरा देते है.
- ‘सागर’ रामोलिया

दूसरो की क्या कहे

दूसरो की क्या कहे
     हम तो अपनी कहते हैं,
डर नहीं किसी का
     हम तो खुद से डरते हैं,
इस जहां के समंदर में
     हरदम आगे बढते हैं.
- ‘सागर’ रामोलिया