સમજણની એક વાત છે પ્રેમ,
તો થયેલ આત્મસાત છે પ્રેમ.
ડરને અહીં કોઈ નથી સ્થાન,
દૂર થયેલી ઘાત છે પ્રેમ.
કડવાહટ-ઝઘડા રહેશે દૂર,
સંપની રૂડી ભાત છે પ્રેમ.
સંગીતના સપ્તસૂર બધા તેમાં,
ક્યાં કોઈ પંચાત છે પ્રેમ!
‘સાગર’ અહીં તો બધું લબાલબ,
હય્દય-મનની મુલાકાત છે પ્રેમ.
- ‘સાગર’ રામોલિયા
