.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 27 મે, 2012

લે હવે હાલતો થા!


ખૂબ નાચ્યો, ખૂબ ડોલ્યો, લે હવે હાલતો થા!
ચંદ્ર સૂર્ય સાથે તોલ્યો, લે હવે હાલતો થા!

શું બોલ્યો એનું ભાન ન રાખ્યું, બોલ્યે રાખ્યો!
મૂર્ખામીનો ખજાનો ખોલ્યો, લે હવે હાલતો થા!

ઈર્ષા રાખીને તું બીજાનું કામ કરવા ગયો?
કામ ન થયું હાથ છોલ્યો, લે હવે હાલતો થા!

સ્થળ-સમયનું ભાન રાખી રહે મારા ભાઈ!
હતું તેનું જુદું બોલ્યો, લે હવે હાલતો થા!

‘સાગર’ તારી ત્રેવડ હતી એટલું તો મથ્યો,
સમયને તેં ખૂબ ઠોલ્યો, લે હવે હાલતો થા!

- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 20 મે, 2012

શું કરું?


આઘે ન જવાય શું કરું?
પાસે ન રે’વાય શું કરું?

પેટમાં થયો છે અપચો,
અન્ન ન ખવાય શું કરું?

આંખો બની ગઈ અંધ,
કંઈ ન દેખાય શું કરું?

દુ:ખ દુભાવે છે મનમાં,
આંસુ ન સુકાય શું કરું?

યત્ન કરું હર્ષ માણવા,
માણ્યું ન મણાય શું કરું?

‘સાગર’ મનાવ્યું મનને,
તોયે ન મનાય શું કરું?

- ‘સાગર’ રામોલિયા

રવિવાર, 29 એપ્રિલ, 2012

કવિને

(ગુજરાત સાપ્તાહિક તા.૨૯/૧૧/૧૯૯૨માં છપાયેલ)

માનવમાંથી કવિ થયો, બદલી તેં રફતાર,
નિર્જીવને સજીવમાં જોઈ કાઢ્યો તેં એનો સાર.

પથ્થરોને બોલતા જોયા, જાણ્યો તેં એનો વિચાર,
આકાશ-પાતાળને ખૂંદતા તને ન લાગી વાર.

દેહ તારો ઘરમાં ને મન કરે સમુદ્ર પાર,
જરાક ન બેસ ત્યાં વિચારોની આવે વણજાર.

વિહંગ સાથે નભે ઊડ લઈ કલ્પનાનો આધાર,
વાગ્યા કાંટાને કીધો તેં મઘમઘતો ગુલઝાર.

પહોંચી શક્યું ન આકાશે કોઈ, રસ્તો સૂનકાર,
કલ્પનાની પાંખે ઊડી, બન્યો પ્રથમ પોં'ચનાર.

સૌ ચાલે સરળતાથી, તેં ઉપાડ્યો મનમાં ભાર,
સ્વપ્નોની સેજમાં તેં જોયો ઈશ્વરનો દરબાર.

માગીશ ન કશું પ્રભુ પાસે, કર એક કરાર,
કે બધા કવિઓને ગુજરાનનો દે અધિકાર.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 22 એપ્રિલ, 2012

ગઝલની આસપાસ


દીઠો એક ચહેરો ગઝલની આસપાસ,
ભરતો એ પહેરો ગઝલની આસપાસ.

કલ્પનાનો મહાસાગર ઉછળવા માંડે,
ને ઉઠતી લહેરો ગઝલની આસપાસ.

મનડાના મોરલિયા જો ગહેકવા લાગે,
રંગ જામે ગહેરો ગઝલની આસપાસ.

ગઝલનાં ફૂલોની ફેલાય જાય ખુશબૂ,
મુગ્ધ બને શહેરો ગઝલની આસપાસ.

આનંદફુવારો જેની અંદર વછૂટશે,
તેની થશે મહેરો ગઝલની આસપાસ.

સાગર દિલથી સાંભળનાર અહીં આવે,
આવે ન કો બહેરો ગઝલની આસપાસ.

સાગર રામોલિયા

રવિવાર, 15 એપ્રિલ, 2012

કેવી મજા!















ચંદ્રની જેમ ચાંદની મળે જો
રાતે શીત પ્રકાશ આપી,
રોજ અંગ વધારી-કાપી;
વિહરવાની કેવી મજા!

મોરલાની જેમ નાચ મળે જો

મેઘ સાથે ગળગળાટ કરી,
નાચ નાચું થનગનાટ કરી;
તો નાચવાની કેવી મજા!

ઝાડવાની જેમ મૌન મળે જો

પથિકોને આશરો આપી,
પરોપકારે પુણ્ય પામી;
જીવવાની તે કેવી મજા!

પવનની જેમ પ્રાણ મળે જો

દેશ ને પરદેશ ફરી,
દુનિયાની સફર કરી;
ઘૂમવાની તે કેવી મજા!

- 'સાગર' રામોલિયા

રવિવાર, 8 એપ્રિલ, 2012

ફૂલો ખીલ્યાં


કુદરત હસી ને ફૂલો ખીલ્યાં,
લહેર ધસી ને ફૂલો ખીલ્યાં.

સર્જનહારે કોઈ જાદુઈ છડી,
હવામાં ઘસી ને ફૂલો ખીલ્યાં.

વસંતે બાગે બાગે જવાની,
કમર કસી ને ફૂલો ખીલ્યાં.

સૂર્ય આડેથી રજનીની ચૂંદડી,
દૂર ખસી ને ફૂલો ખીલ્યાં.

ચારેકોર અથડાતી હવા,
કળીમાં ફસી ને ફૂલો ખીલ્યાં.

નાજુક-નમણી પરીની છબી,
નિજમાં વસી ને ફૂલો ખીલ્યાં.

સુગંધી બની મહાલવાની વાત,
મનમાં ઠસી ને ફૂલો ખીલ્યાં.

કોઈ અલૌકિક ખડિયાની,
ઢોળાઈ મસી ને ફૂલો ખીલ્યાં.

દુનિયાને 'સાગર' ગાંડી કરવા,
પકડી રસી ને ફૂલો ખીલ્યાં.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 1 એપ્રિલ, 2012

मन (Mono-Image कविता)

(१)
मन को मारो
फिर भी
जिंदा...

(२)
मन कभी
दुःशासन बनकर
करता खुद का
वस्त्राहरन...

(३)
मन
समुद्र में
डूबता,
आग में जलता,
वायु में झिडकता...
फिर भी
वैसा ही वैसा...

(४)
स्पर्धा में
मन जीतता...

(५)
मन में
बैठी 'मा'
मन को समजाती,
फिर भी
साला
न समजता...

(६)
मन को
जो मारे
वो
मुनि बन जाये...

(७)
आप हारे
फिर भी
कमल जैसा
मन जीतता...!

- 'सागर' रामोलिया

રવિવાર, 25 માર્ચ, 2012

તો ઈશ્વર મળે

સૌ પ્રત્યે રાખો રહેમ, તો ઈશ્વર મળે,
જીવો, સંતોએ કહ્યું તેમ, તો ઈશ્વર મળે.

ઝેર, સાપ, વાઘ; બધું થઈ જશે નકામું,
મગ્ન બનો મીરાંની જેમ, તો ઈશ્વર મળે.

કામ કરો, ચિંતા છોડો, રહો એના આધિન,
ભજો, નરસિંહ ભજ્યા એમ, તો ઈશ્વર મળે.

બચાવે હજાર હાથવાળો, ભરોસો તો રાખો!
પ્રહ્‍લાદની જેમ રાખો નેમ, તો ઈશ્વર મળે.

'સાગર' ધ્રુવ, બોડાણો, સૌ કોઈ પામ્યા,
રાધાની જેમ કરો પ્રેમ, તો ઈશ્વર મળે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 18 માર્ચ, 2012

યુવાની

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા)

સાહસી પડઘમ વગાડે છે યુવાની,
આળસી છાયા ભગાડે છે યુવાની.

આકરા ચાહે ચઢાણો હોય આગળ,
હામ હૈયામાં જગાડે છે યુવાની.

જાય નહિ પાછોટની પાની કરીને,
લત મહેનતની લગાડે છે યુવાની.

હોય જો મેલી મુરાદો, માત આપી,
સૂર સૌહાર્દી જગાડે છે યુવાની.

પાંચશેરી હોય ભૂંડી તોય 'સાગર',
થોબડો તેનો બગાડે છે યુવાની.

- 'સાગર' રામોલિયા
(ફીલિંગ્સમાં છપાયેલ)

રવિવાર, 11 માર્ચ, 2012

બાળક (મુક્તકો)

(૧)
તારલા બની ટમટમે બાળક,
મોર બનીને ખૂબ રમે બાળક.
'સાગર' વાદળ બનીને ગરજે,
ફોરમ બનીને ભમે બાળક.
(૨)
મન જગતનું રાજા બાળક,
વગાડતું રહે વાજાં બાળક.
'સાગર' ઋતુ ગમે તેવી હોય,
સદાયે રહે તરોતાજાં બાળક.

'સાગર' રામોલિયા

બુધવાર, 7 માર્ચ, 2012

ત્યારે ભગવાન ક્યાં હોય છે?

ભગવાનના દર્શને જતાં હોય ને અકસ્માતમાં જીવ જાય. ત્યારે પોતાના આવા શ્રધ્ધાળુ ભક્તોનું રક્ષણ કરવાની ભગવાનની ફરજ નથી? શું ભગવાન આવા અક્સ્માતને રોકી ન શકે? ત્યારે ભગવાન ક્યાં હોય છે? ક્યારેક દર્શન કરીને પાછા ફરતા શ્રધ્ધાળુઓ પણ મોતને ભેટે છે. ત્યારે ભગવાન ક્યાં હોય છે? ભગવાનના નામે પ્રસાદ રખાયેલ હોય, તે લેવા માટે દોડાદોડી થાય. તેમાં માનવોના પગ નીચે માનવો કચડાઈને મરી જાય. પડેલાને ઊભા કરવા જેટલી માનવતા પણ મરી પરવારે! ત્યારે ભગવાન ક્યાં હોય છે? શું ભગવાન આવી ધક્કામૂકી ન કરાય એવો વિચાર માનવના મનમાં ન ભરી શકે? શ્રીનાથજી જેવા મંદિરમાં દર્શન ખુલ્લે ત્યારે દર્શન માટે હલ્લો થાય. તેમાં ઘણા પડીને કચડાય. તેને ઊભા કરવાનો કોઈ પાસે સમય ન હોય. ત્યારે આ લોકો એક પછી એક દર્શન કરે એવો વિચાર ભગવાન આપી ન શકે? મંદિરમાં જ ભાગાભાગીમાં ઘણા માનવો મરે. ત્યારે ભગવાન આ ભાગાભાગી રોકી ન શકે? ભગવાનના દર્શને જતાં શ્રધ્ધાળુઓ રસ્તામાં લુંટાય જાય. ત્યારે ભગવાન લુંટારાના મનમાં પરિવર્તન ન લાવી શકે? શ્રધ્ધાળુને બચાવી ન શકે? ભગવાનના નામે સંસાર છોડેલ સાધુઓ જ બળાત્કારના રસ્તે વળે છે. તેના મનમાં કુમત્ત ભરાય જાય છે. આવું થતું રોકવા સમયે ભગવાન ક્યાં હોય છે? આવા આવા તો અનેક બનાવો બને છે, તેને રોકવા સમયે ભગવાન ક્યાં હોય છે?

- 'સાગર' રામોલિયા

એની પ્રગટાવો હોળી

ગુંડાગીરી ને અત્યાચારની પ્રગટાવો હોળી,
ટોચે બેઠેલા ભ્રષ્ટાચારની પ્રગટાવો હોળી.

વાસનાનો રાક્ષસ જાણે બરાબર જાગ્યો છે,
ગલી-ગલીના બળાત્કારની પ્રગટાવો હોળી.

બીજાને લૂંટવાની જાણે જામી છે હરિફાઈ,
મનમાં જામેલ કુવિચારની પ્રગટાવો હોળી.

બધે થાય નકલખોરી, માથે એમાં ભેળસેળ,
હય્દયના આવા ઝણકારની પ્રગટાવો હોળી.

'સાગર' અહીં મોતને સસ્તું બનાવી બેઠા છે,
મનમાં જાગતાં તિરસ્કારની પ્રગટાવો હોળી.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 4 માર્ચ, 2012

અંતઃકરણને જો!

ઘણું જોયું, ઘણું જાણ્યું, અંતઃકરણને જો!
શક્ય એટલું બધું તાણ્યું, અંતઃકરણને જો!

માંહ્યે ભેદ ખૂબ ભર્યા,
એનો લાગશે ભાર;
ઉલેચી નાખ સઘળું એ,
એમાં જીવન-સાર,
તો ખરું જીવન માણ્યું, અંતઃકરણને જો!
ઘણું જોયું, ઘણું જાણ્યું, અંતઃકરણને જો!

તિમિરનું પડળ ચડ્યું,
ઝાંખું ઝાંખું દેખાશે;
આત્માને અજવાળી દે તું,
દિવ્ય પ્રકાશ રેલાશે,
અંતઃકરણ પિછાણ્યું! અંતઃકરણને જો!
ઘણું જોયું, ઘણું જાણ્યું, અંતઃકરણને જો!

- 'સાગર' રામોલિયા

રવિવાર, 26 ફેબ્રુઆરી, 2012

Duniya

Aam to kevi ramto ramaade chhe duniya,
toye kevu aashcharya pamaade chhe duniya.
- 'Sagar' Ramolia

શનિવાર, 18 ફેબ્રુઆરી, 2012

"मैं" (Mono-Image कविता)


()
मुझको आपको
सबको
चिपकता रहता
"मैं"

()
यह "मैं"
बडाबलवान....!
गिराता पल में।

()
शायद
इसी "मैं" ने
काबाओ के सामने
अर्जुन के धनुष्य को
निक्कमा किया होगा...!

()
"मैं" नाम के
दैत्य को
मारने के लिये
होगा कोई
युगावतार?

()
अब तो
कई जगह पर
"मैं" का स्थान
"तू" ने
ले लिया है।

()
क्या
"मैं" को पता है?
"मैं" का विरोधी
"मैं" ही है।

- 'सागर' रामोलिया