પણ
ત્યારે મને નહોતું સમજાયું
|
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-11)
|
હું માંદો પડયો. ડેન્ગ્યૂ
અને ટાઈફોઈડ થઈ ગયેલ. એક ખાનગી દવાખાનામાં
સારવાર કરાવવા જતો. ત્યાં મને બાટલા ચડાવવામાં આવતા. થોડા દિવસ આવું ચાલ્યું. રોજ દવાખાને બાટલા ચડાવવામાં આવતા.
|
એક દિવસની વાત છે. મને
બાટલા ચડાવવાનું ચાલુ હતું. હું આંખો બંધ કરીને સૂતો હતો. માત્ર સૂતો હતો, ઊંઘતો નહોતો. થોડીવાર થઈ ત્યાં મારા પગે કંઈક સળવળ્યું હોય એવું લાગ્યું. મને તો એમ કે
બિમારીને લીધે તંદ્રાવસ્થામાં આવું લાગતું
હશે. એટલે થોડીવાર તો આંખો બંધ જ રાખી. પણ ધીમે-ધીમે એવું લાગ્યું કે મારા પગ કોઈ દબાવી રહ્યું છે. મેં આંખો ખોલી.
તો એક ‘બ્રધર'
મારા પગ દબાવતો હતો. મને તો આશ્ચર્ય થયું. કદાચ દવાખાનામાં આવું
દૃશ્ય પહેલીવાર જોઈ રહ્યો હતો. કારણ કે, કોઈ દવાખાનાનો કર્મચારી દર્દીના પગ દબાવતો હોય એવું આ
પહેલા કયાંય જોયું નહોતું.
|
મેં કહ્યું, ‘‘ભાઈ,
આ શું?''
|
તે કહે, ‘‘કેમ રામોલિયાસાહેબ?
ગુરુના પગ શિષ્ય ન દબાવી
શકે?''
|
મેં પ્રશ્નાર્થભાવે
પૂછયું,
‘‘ગુરુ? શિષ્ય?''
|
તે કહે, ‘‘હા,
હું તમારો શિષ્ય. થોડો
અળખામણો હોઈ શકું. તમારી વાત મેં માની નહોતીને! મારું
નામ : મનોજ મનહરલાલ મુરારી.''
|
હું બોલ્યો, ‘‘એક શિક્ષકને કોઈ પ્રત્યે અળખામણા જેવું હોતું નથી. તો અહીં કેમ એવી વાત આવી?''
|
તેણે શરૂઆત કરી, ‘‘હું તમારી પાસે ભણતો. પણ શાળાએ આવવું મને ગમતું નહિ. એટલે કયારેક આવતો, ને કયારેક ન આવતો. પણ જ્યારે આવતો, ત્યારે જે ભણાવ્યું હોય એ મને યાદ રહી જતું. મારી આ બાબત તમારા ઘ્યાનમાં આવી
ગઈ.''
|
તેને અટકાવીને હું
બોલ્યો,
‘‘અને એક દિવસ તને બોલાવીને
મેં કહ્યું હતું, ભાઈ મનોજ! તારી યાદશકિત તો સારી છે. રોજ શાળાએ આવ અને
ભણવામાં ઘ્યાન આપ. તારું ભવિષ્ય ઊજળું દેખાય
છે. તું મહેનત કર તો ડૉકટર બની શકીશ.''
|
તે કહે, ‘‘હા,
સાહેબ! પણ ત્યારે મને
નહોતું સમજાયું. એટલે હું બેદરકાર જ રહ્યો. શાળાએ
આવવાની અનિયમિતતા દૂર ન થઈ. માઘ્યમિક શાળામાં ગયો ત્યારે પણ એવું જ હતું. પરંતુ ધોરણ બારનું પરિણામ આવ્યું
ત્યારે મને તમારી યાદ આવી ગઈ. પરિણામ ખૂબ
સારું તો નહિ, પણ સારું તો આવ્યું જ. ડૉકટર બનવા જઈ શકું એટલું સારું નહોતું. પણ મારા મનમાં
ઝબકારો થયો, ડૉકટર નહિ, તો
ડૉકટરના સહાયક બની જવું. જેથી
તમારી અડધી વાત તો સાચી પડે! એટલે જ મેં બ્રધર બનવાનું નક્કી કર્યું અને બની પણ ગયો. મન દઈને અહીં આવેલ
દર્દીઓનું ઘ્યાન રાખું છું. કામથી દૂર ભાગવાનું કયારેય
મન નથી થતું. એટલે અન્ય ડૉકટરોને અપાય છે,
તેટલો જ પગાર મને પણ આપે છે. તમે પ્રાર્થનાસભામાં
કહેલી અનેક વાતો મને યાદ આવે છે. વાર્તા કહીને પણ તમે સાચો
રસ્તો દેખાડતા. અને એ રસ્તે ચાલીને અનેક આગળ વધી ગયેલ છે. કદાચ તમે એ જાણતા પણ નહિ હો!''
|
હવે હું બોલ્યો, ‘‘ખરેખર,
મનોજ! આજે તારી વાત
સાંભળીને મારી અડધી બિમારી તો અત્યારે જ દૂર
થઈ ગઈ. તારી જેમ ઘણા વિદ્યાર્થીઓ કયાંક ને કયાંક મળી જતા હોય છે. ભણવામાં નબળા હોય એવા ઘણા વિદ્યાર્થીઓ આજે
સમાજમાં સારું એવું સ્થાન પ્રાપ્ત કરી શકયા
છે. તે તેઓની મહેનતનું પરિણામ છે. તને પણ મોડું-મોડું તો મોડું-મોડું,
સમજાયું તો ખરું! મને ખૂબ
આનંદ થયો છે. મારા પગ દબાવવાની જરૂર નથી.
તું તારી ફરજમાં ઘ્યાન આપ. કયારેક સમય મળે, તો
મળવા આવજે. પેટ ભરીને વાતો કરી લેશું. જિંદગીમાં સુખી
રહે અને બીજાને સુખી કર. મારી આ ઈચ્છાને યાદ રાખજે અને આનંદમાં સમય વિતાવજે.''
|
- ‘સાગર' રામોલિયા
|
.
કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/
http://sagarramolia.wordpress.com/
મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...
http://www.sardarvallabh.blogspot.com/
મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...
www.vidhva.blogspot.comશનિવાર, 26 ઑક્ટોબર, 2019
મારા ઠોઠ વિદ્યાર્થીઓ-11
મંગળવાર, 15 ઑક્ટોબર, 2019
જાવાનું
અટાણે કે કટાણે ગોઠવાઈ જાવાનું,
પરાણે કે બરાણે ઠાવકાઈ જાવાનું.
હો' સોદો પ્રેમનો, ચિંતા લગીરે તેમાં નૈ,
અજાણે કે સજાણે છેતરાઈ જાવાનું.
સુગંધી લેખની ફેલાય જાય આ મારી,
છપાણે કે મપાણે બસ છવાઈ જાવાનું.
સમય કયારેક એવો આવી જાય જીવનમાં,
નમાણે ને નમાણે ના છુપાઈ જાવાનું.
ભરી ઉત્સાહ મનમાં ગીત ગાવને 'સાગર',
વખાણે, ના વખાણે! માણસાઈ જાવાનું.
'સાગર' રામોલિયા
પરાણે કે બરાણે ઠાવકાઈ જાવાનું.
હો' સોદો પ્રેમનો, ચિંતા લગીરે તેમાં નૈ,
અજાણે કે સજાણે છેતરાઈ જાવાનું.
સુગંધી લેખની ફેલાય જાય આ મારી,
છપાણે કે મપાણે બસ છવાઈ જાવાનું.
સમય કયારેક એવો આવી જાય જીવનમાં,
નમાણે ને નમાણે ના છુપાઈ જાવાનું.
ભરી ઉત્સાહ મનમાં ગીત ગાવને 'સાગર',
વખાણે, ના વખાણે! માણસાઈ જાવાનું.
'સાગર' રામોલિયા
શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2019
મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૧૦
આંગળા
ચાંટતાં રહી જશો
|
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-10)
|
એક સંબંધીનું નોતરું
આવ્યું. તેને ત્યાં જમવા જવાનું હતું. નાનકડો એવો પ્રસંગ રાખેલો હતો. સંબંધના નાતે જમવા ગયો.
જમવાને હજી થોડી વાર હતી. મને થયું, લે ને રસોડા તરફ આંટો મારી લઉં. રસોઈ કેવી બને છે એ તો
ખબર પડે.
|
આમ વિચારી હું તો
રસોડા તરફ ગયો. જઈને થોડું મોટપણ દેખાડવા લાગ્યો.
|
હું બોલ્યો, ‘‘રસોઈ બરાબર બનાવજો. કોઈ ફરિયાદ ન આવવી જોઈએ.''
|
મારો અવાજ સાંભળીને એક
યુવાને મારા સામે જોયું. થોડું વિચિત્ર રીતે જોયું. મને લાગ્યું, કયાંક
આને ખોટું લાગી ગયું હશે ને અપમાન કરી બેસશે તો! પણ મારે વધું અસમંજમાં ન રહેવું પડયું.
|
તે બોલ્યો, ‘‘રામોલિયાસાહેબ! આંગળા ચાટતાં રહી જશો.''
|
હું બોલ્યો, ‘‘લે,
ભાઈ! તું તો મને ઓળખનારો
નીકળ્યો!''
|
તે કહે, ‘‘ઓળખું તો ખરોને!''
|
મેં પૂછયું, ‘‘કઈ રીતે?''
|
તેણે જવાબ આપ્યો, ‘‘જે વાલીની ફરિયાદની પરવા કર્યા વગર, મારીને પણ મગજમાં ઉતારવા પ્રયત્ન
કરતા હોય, એને કેમ ભૂલાય!''
|
મેં કહ્યું, ‘‘મારા વિશે આટલી સરસ જાણકારી રાખનારનું નામ શું?''
|
તે કહે, ‘‘હિતેશ કલ્યાણજીભાઈ કાલાવડિયા.''
|
હું બોલ્યો, ‘‘હા,
ભાઈ! હવે યાદ આવી ગયું. પણ
તું રસોયો?''
|
તે કહે, ‘‘તમે જ તો કહ્યું હતું રસોયો બનવાનું!''
|
હવે મને યાદ આવ્યું.
આ હિતેશ મારી પાસે ભણતો હતો. ભણવામાં થોડો નબળો. એક વખત શાળાના બાળકોને જમાડવાના હતા. રસોઈ શાળામાં
જ બની રહી હતી. હિતેશ પેશાબની રજા લઈને બહાર
નીકળ્યો હતો. પછી તે રસોઈ બનતી હતી ત્યાં ઊભો રહી ગયો હતો. થોડી વાર લાગી એટલે હું જોવા નીકળ્યો. તેને ત્યાં ઊભેલો
જોઈને હું બોલ્યો, ‘‘અહીં શું ઊભો છો?
રસોયો બનવું છે?'' તે બોલ્યો હતો,
‘‘રસોઈની મીઠી-મીઠી સુગંધ લઈને એવું થાય છે કે રસોયા
બનીએ તો રોજ આવી સુગંધ મળે.''
મેં ત્યારે કહેલ,
‘‘હા, ભલે! પણ અત્યારે વર્ગમાં આવીને ભણવામાં ઘ્યાન દે!
વાંચતાં નહિ આવડે તો દાળનો મસાલો
કયાંક ભજિયાંમાં નખાય જશે.''
|
પછી તો જાણે ચમત્કાર
થયો. તે ભણવામાં વધારે ઘ્યાન દેવા લાગ્યો. એક દિવસ આ પરિવર્તન બાબત મેં પૂછયું પણ ખરું. તો તે એટલું
જ બોલ્યો, ‘‘મારે દાળનો
મસાલો ભજિયાંમાં નથી નાખવો.''
મને પણ આ વાતનો આનંદ થયો.
|
આજે ફરી મેં પૂછયું, ‘‘દાળનો મસાલો દાળમાં જ નાખશને?''
|
તે કહે, ‘‘સાહેબ! મને ગુજરાતી,
હિંદી, અંગ્રેજી બરાબર વાંચતાં આવડે છે. પહેલા ભણ્યો,
પછી આ ધંધો હાથમાં લીધો
છે. સરકારી નોકરી મળી જાય એટલી લાયકાત છે.
પણ મારે તો આ જ કામ કરવું હતું.''
|
મેં કહ્યું, ‘‘રસોઈની સુગંધ તો સરસ આવે છે.''
|
તે કહે, ‘‘સુગંધની જેમ રસોઈ પણ સરસ છે. મારી રસોઈ વખણાય છે. પ્રસંગોની મોસમમાં હું પહોંચી ન શકું એટલાં
કામ મળે છે. પણ હું લોભમાં આવીને દોડાદોડી નથી કરતો. મારાથી
થાય, એટલું જ કામ રાખું છું.''
|
મેં કહ્યું, ‘‘શાબાશ! ઘણા તો એવું વિચારતા હોય છે કે, આપણે કયાં નોકરી કરવી છે! એટલે
ભણવામાં ઘ્યાન આપતા નથી. તારે તો નક્કી હતું કે નોકરી નથી કરવી,
છતાં ભણ્યો. આ વાત
સાંભળીને મને ખૂબ આનંદ થયો. રસોઈમાં જેમ સ્વાદ ભરશ, તેમ કોઈના માર્ગદર્શક બનીને એની જિંદગીને સ્વાદિષ્ટ
બનાવજે.''
|
- ‘સાગર' રામોલિયા
|
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)