આજા
મેરી ગાડી મેં બૈઠ જા
|
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-9)
|
કયારે કેવા સંજોગો ઊભા
થતાં હોય તેનું કંઈ નક્કી નથી હોતું.
કયારેક અકસ્માતે એવા
કોઈનો ભેટો થઈ જાય, જે આપણે વિચાર્યું પણ ન
હોય. આવો બનાવ દરેકના જીવનમાં બનતો જ હોય છે. કોઈના
માટે આનંદનો બનાવ બને, તો કોઈના માટે કષ્ટદાયક
પણ નીવડે. મારા માટે તો મને આશ્ચર્યમાં મૂકી દેનારો બનાવ બન્યો.
|
એક દિવસ બહારગામથી
બસમાં આવ્યો. રસ્તાની બાજુમાં ઊભા
રહીને રીક્ષાની વાટ જોતો હતો. જે રીક્ષા આવતી હતી તેમાં
જગ્યા નહોતી. એટલે થોડીવાર ત્યાં વધુ વાટ જોવી પડી. થોડીવાર
થઈ ત્યાં એક મોંઘીદાટ ગાડી મારા બાજુમાં ઊભી રહી.
હું ત્યાંથી થોડો ખસી ગયો. એટલે
તે ગાડી પણ પાછળ ખસી. તેનો કાચ ખૂલ્યો.
|
ગાડીને ચલાવનાર બોલ્યો, ‘‘કયાં
જવું છે, સાહેબ? ચાલો મૂકી જાવ.''
|
મેં કહ્યું, ‘‘ના, ભાઈ! રીક્ષામાં
ચાલ્યો જઈશ. આનું ભાડું મોંઘું પડે!''
|
તે કહે, ‘‘તમારે
ભાડું નથી દેવાનું.''
|
હું બોલ્યો, ‘‘કેમ?''
|
તે બોલ્યો, ‘‘આ
ગાડી તમારી જ છે એટલે.''
|
મેં કહ્યું, ‘‘ભાઈ! મારી
પાસે તૂટયું-ફૂટયું
એકટીવા છે. આવી ગાડી તો સપનામાંયે નથી આવી.''
|
તે બોલ્યો, ‘‘અરે, રામોલિયાસાહેબ! હું
તમારી પાસે ભણતો. મારું નામ ધવલ મનુભાઈ
પરમાર છે. બેસી જાવ, પછી બીજી વાત!''
|
હું ગાડીમાં બેસી ગયો. મને
જાણે ફિલ્મ દેખાવા લાગ્યું. આ ધવલ મારા વર્ગમાં ભણતો. ભણવામાં
રસ ઓછો, પણ રમકડાંની મોટરગાડીઓ રાખવાનો શોખીન. તેના
દફતરમાં જાત-જાતની
ગાડીઓ હોય. એક દિવસ તેનો જન્મદિવસ હતો. સવારમાં
હું વર્ગમાં ગયો કે તરત મને પગે લાગવા આવ્યો.
મેં તેને કહ્યું, ‘‘તને
ગાડીઓનો શોખ છે. મોટો થઈને તું અનેક
ગાડીઓનો માલિક બન. પણ અત્યારે ભણવામાં ઘ્યાન
આપ. વાંચતાં-લખતાં આવડતું હશે તો પણ ઘણો ફાયદો થશે!'' ખબર
નહિ, પણ મારી આ વાત તેના મન ઉપર અસર કરી ગઈ. હવે
તેનું ઘ્યાન પેલી ગાડીઓથી રમવાને બદલે વાંચવામાં લગાડી દીધું. ઘરે
ગયા પછી પણ કંઈ ખબર ન પડે તો મારા ઘરે આવીને પૂછી જતો. તેને
લીધે તેને ઘણું આવડી ગયું. પણ તેણે હવે ફિલ્મ તોડયું.
|
તે કહે, ‘‘સાહેબ! તમારા
આશીર્વાદ સાચા પડયા છે.''
|
હું બોલ્યો, ‘‘કેમ
ભાઈ! એવું બોલે છે?''
|
તેણે કહ્યું, ‘‘તમે
તો મારા જન્મદિવસે આશીર્વાદ આપ્યા હતા, અનેક ગાડીઓનો માલિક બન! અત્યારે
મારી પાસે આ એક જ ગાડી નથી! સાત બસ છે અને બાર ઈકો
ગાડી છે. ટ્રાવેલ્સનો ધંધો ખૂબ સારો ચાલે છે. કામ
માટે બધે માણસો લગાડી દીધા છે. હું તો બસ આંટા-ફેરા
કરું!''
|
મેં કહ્યું, ‘‘સરસ, સરસ! તારી
આટલી પ્રગતિની વાત જાણીને મને ખૂબ આનંદ થયો છે.
પણ તું ભણવામાં ઘ્યાન
આપવા લાગ્યો હતો. તે કયાં સુધી પહોંચ્યું
હતું?''
|
તે કહેવા લાગ્યો, ‘‘ભણવામાં
પણ ખૂબ મહેનત કરી. મેં પણ તમારી જેમ શિક્ષકની
લાયકાત મેળવી લીધી છે. પછી વિચાર્યું, શિક્ષક
થવાથી મારું સપનું અને તમારા આશીર્વાદ સાચા નહિ પડે. એટલે
પહેલા એક ગાડી લીધી. ધીમે-ધીમે
કમાણી વધારતો ગયો અને આજે આટલે સુધી પહોંચી ગયો છું.''
|
મારાથી બોલાય ગયું, ‘‘વાહ, ધવલ
વાહ! શિક્ષકના આશીર્વાદની અસર આટલી બધી થતી હોય છે, એ
તો આજે તારા પાસેથી જાણવા મળ્યું. જો દરેક વિદ્યાર્થી ઉપર
અમારા આશીર્વાદની આવી અસર થઈ જાય, તો મા સરસ્વતીને આપણે જે
પ્રાર્થના કરીએ છીએ કે, ‘અજ્ઞાનનું અંધારું દૂર
કરીને જ્ઞાનનું અજવાળું પાથર' એ ખરેખર સાચી પડી જાય. હજી
પણ તારી પ્રગતિ થાય અને અન્યને પણ આગળ લાવ!
બસ એ જ આશીર્વાદ.''
|
- ‘સાગર' રામોલિયા
|
.
કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/
http://sagarramolia.wordpress.com/
મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...
http://www.sardarvallabh.blogspot.com/
મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...
www.vidhva.blogspot.comરવિવાર, 15 સપ્ટેમ્બર, 2019
મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૯
શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2019
મારા ઠોઠ વિદ્યાર્થીઓ-૮
ચિત્રનગરીની
સફરે
|
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-8)
|
એક દિવસ છાપું વાંચતો
હતો. અચાનક ઘ્યાન એક એવા સમાચાર તરફ ખેંચાયું,
જે વાંચીને આનંદ થયો.
સમાચાર હતા, ‘શહેરના ટાઉનહોલમાં ચિત્રનગરીનું આયોજન. એક નવલોહિયા ચિત્રકારનાં ચિત્રોનું
પ્રદર્શન. જે ચિત્રોના દીવાના બન્યા છે
શહેરના લોકો. એ ચિત્રકારનું નામ છે : રતિ રાઠોડ.'
|
મને પણ મન થયું. હું
પણ ગયો ટાઉનહોલમાં. એક પછી એક ચિત્રોનું નિરીક્ષણ કરતો જતો હતો. મનમાં થતું હતું, ચિત્ર દોરવાની આ હથોટી તો હું જાણતો હોઉં એમ કેમ લાગે છે! વળી થયું, હશે! ભ્રમ થયા કરે! આમ વિચારીને આગળ વધતો હતો. એક તરફ યુવક-યુવતીઓનું ટોળું એક યુવાનને
ઘેરીને ઓટોગ્રાફ-ઓટોગ્રાફનો શોર કરતું હતું.
પણ મને તો ચિત્રો જોવામાં જ રસ હતો. એટલે હું તો તે જોવામાં મશગૂલ હતો. ત્યાં તો મારા પગમાં આંચકો લાગ્યો. મેં જરા
ગભરાટમાં પગ તરફ જોયું. તો આ શું?
તે યુવાન મારા પગ પકડીને
બેસી ગયો હતો. ત્યાં રહેલ બધા તેને જોઈને ઊભા રહી ગયા હતા. મેં તે યુવાનને ઊભો કર્યો.
|
મેં કહ્યું, ‘‘આ શું,
ભાઈ?''
|
તે કહે, ‘‘તમે તો છો મારી આ દુનિયાના સર્જક.''
|
મેં પૂછયું, ‘‘હું તો તને ઓળખતો પણ નથી. તો તું આવું કેમ કહે છે?''
|
તે બોલ્યો, ‘‘તમે મને સારી રીતે ઓળખો છો. મારું નામ પણ તમારા કોઈ સર્જનમાં છે.''
|
મેં કહ્યું, ‘‘મને ઉખાણાં બહુ ઓછાં ફાવે છે. એટલે એ રહેવા દે!''
|
તેણે જવાબ આપ્યો, ‘‘અરે,
રામોલિયાસાહેબ! હું તમારી
પાસે ભણતો હતો તે - રતિયો રાજાભાઈ રાઠોડ.''
|
આ સાંભળીને મને તરત
ઝબકારો થયો. મારાં ર૮ પુસ્તકોમાંથી ત્રીજા નંબરનું પુસ્તક - મારો હઝલસંગ્રહ - ‘મારી બલા'.
મારે તેમાં કાર્ટુનચિત્રો
મૂકવા હતાં. ત્યારે આ રતિયો
સાતમા ધોરણના મારા વર્ગમાં હતો. એકદમ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાંથી આવે. દુઃખની વાત એ હતી, કે તેને વાંચવા-લખવા સાથે વેર હતું. પણ ચિત્રો સરસ દોરતો. મેં તેને કાર્ટુન દોરવાની
વાત કરી. તે બોલ્યો હતો,
‘‘મને કાર્ટુન દોરતા ન આવડે.'' મેં
કહ્યું, ‘‘હું તને રસ્તો દેખાડતો જઈશ.'' અને આ રીતે કાર્ટુન દોરવાનું શરૂ
થયું. શરૂઆતમાં કોઈ નમૂના દેખાડતો અને એ રીતે દોરાવતો. પછી તો હું વર્ણન કરી દઉં ને એ દોરી નાખે. એક દિવસ એ બોલ્યો
હતો, ‘‘સર! તમે તો મને કાર્ટુન દોરતા શીખવી દીધું!'' આમ,
મારા એ પુસ્તકની દરેક હઝલ
સાથે મૂકેલ કાર્ટુન આ રતિયાએ જ દોરેલ.
મેં તેને થોડી રકમ આપી તો તે રાજી-રાજી થઈ ગયો. તે સમયે મેં તેને કહ્યું હતું, ‘‘તારામાં
ચિત્રકામની આવડત ખૂબ છે. વાંચતાં-લખતાં શીખી
જા અને ભણવામાં ઘ્યાન દે! પછી આગળ ભણીને ચિત્રશિક્ષક બની જાજે. તું તારી ગરીબાઈમાંથી બહાર નીકળી શકીશ.'' સમય ઉપર જાણે ઘણાં ઝાળાં બાઝી ગયાં હતાં. નાના બાળકમાંથી તે યુવાન બની ગયો હતો અને
રતિયોમાંથી રતિ બની ગયો હતો. એટલે ઓળખવામાં તકલીફ થઈ હતી.
|
મેં પૂછયું, ‘‘કેટલું ભણ્યો?
કયાં નોકરી કરશ?''
|
તે બોલ્યો, ‘‘સાહેબ,
ભણવા સાથેનું વેર તો ગયું
નહિ. પણ તમારા પ્રોત્સાહનના શબ્દોએ મને
મારી ગરીબીમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડી દીધો. ચિત્રકામમાં ઘ્યાન આપવા લાગ્યો અને તેમાં આગળ વધી ગયો.
ખૂબ પ્રસિદ્ધિ મળી.''
પછી ધીમેથી મારા કાન પાસે
બોલ્યો, ‘‘સર! મારા ચિત્રોના દીવાના અને ઓટોગ્રાફ લેવા પડાપડી કરતાં આ લોકોને એ ખબર નથી કે, મને પૂરું વાંચતાંય આવડતું નથી.''
|
પછી મેં કહ્યું, ‘‘એ બધું મૂક! પણ તારી કળાને તેં ખૂબ ઉજાગર કરી છે. હું તો ખૂબ હરખાઈ ગયો છું. શાબાશ, દીકરા શાબાશ!''
|
- ‘સાગર' રામોલિયા
|
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)