(ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગા)
કોઈ આવીને શોધો, ખોવાયો હું,
કોઈ નામે સંબોધો, ખોવાયો હું.
ગફલત મારી આવી થૈ શાના લીધે?
નો’તા કોઈ અવરોધો, ખોવાયો હું!
રસ્તો ભૂલ્યો ચેતીને ચાલ્યો
તોયે,
પાછળ પડ્યો’તો ગોધો, ખોવાયો હું!
શોધો શોધો, મુશ્કેલીમાં પડ્યો
છું,
કરુણાના પાડો ધોધો, ખોવાયો હું.
‘સાગર’ સૌનો શોધ્યો ક્યાં શોધાવાનો?
શોધે આવી કો’ યોદ્ધો, ખોવાયો હું.
‘સાગર’
રામોલિયા
