.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

રવિવાર, 10 માર્ચ, 2013

લઘુકાવ્ય


એક પંખી
મારી પાસે
આવ્યું
ને બોલ્યું,
"તું હોશિયાર છો?"
લે
મારા જેવો માળો
બનાવી દે...!
- 'સાગર' રામોલિયા

રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

જિંદગી

(ગાલગા ગાલગા ગાલગા ગાલગા)

સૂર રેલાવતી વાંસળી જિંદગી,
એમ સંગીત તરફી ઢળી જિંદગી.

આ ભરી છે અદાઓ બધી નાટ્યની,
વેશ ઝાઝા કરી નીકળી જિંદગી.

વાયુની ઠંડકે તે ઠરીઠામ છે,
સૂર્યના તાપથી પીગળી જિંદગી.

પાંદડે-પાંદડે વૃક્ષના ઝૂલતી,
ફૂલની ફોરમે ઊજળી જિંદગી.

હોય ‘સાગર’ બધે બોલબાલા ઘણી,
ને મરણ આવતાં સાંભળી જિંદગી.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 30 ડિસેમ્બર, 2012

समझ बैठा (गजल)

जीती बाजी को हारी समझ बैठा,
जीवन की गाडी रूकी समझ बैठा।

सुख के साथ दु:ख भी बरसता,
उसे प्रभुकृपा की झडी समझ बैठा।

मानो इस पल में नहीं था शोर,
हालत को कुछ अच्छी समझ बैठा।

मेरी इस आयु में कहाँ मेरा हक!
उसको प्रभु से माँगी समझ बैठा।

‘सागर’ अक्ल मेरी, काम आये औरों को,
मुझे भी किसी से मिली समझ बैठा।

- ‘सागर’ रामोलिया

રવિવાર, 16 ડિસેમ્બર, 2012

ફૂલોની દુનિયા (મુકતકો) Part-3

-->
(૫)
સંગીતના સપ્તસૂર ફૂલોની દુનિયા,
ભાવનાનું ઘોડાપૂર ફૂલોની દુનિયા.
સાગર આ દુનિયા છે ખૂબ નિરાળી,
નિરાશાને કરે ચૂર ફૂલોની દુનિયા.
(૬)
ઈશ્વરનો હૈયાહાર ફૂલોની દુનિયા,
પૃથ્વીનો ધબકાર ફૂલોની દુનિયા.
સાગર આ દુનિયા રસભર્યું વાદળ,
વરસે સાંબેલાધાર ફૂલોની દુનિયા.
(૭)
સૂર્ય જેવું ચમકે ફૂલોની દુનિયા,
ઝાંઝર જેવું ઝમકે ફૂલોની દુનિયા.
સાગર આ દુનિયાથી રહેશો ન દૂર,
અત્તર જેવું ધમકે ફૂલોની દુનિયા.
(૮)
ફેલાવે સદા સુવાસ ફૂલોની દુનિયા,
અલૌકિક રમાતો રાસ ફૂલોની દુનિયા.
સાગર સર્જનહારનો માનો આભાર,
બનાવી જેણે ખાસ ફૂલોની દુનિયા.


- ‘સાગર રામોલિયા

મંગળવાર, 27 નવેમ્બર, 2012

ફૂલ અને કાંટો (ગઝલ)

(ગાલગાગા ગાલગાગા ગાલગા)

હાથ લંબાવ્યો અને પાછો થયો,
રંગ મુખનો ત્યાં જુવો ઝાંખો થયો.

મૂલ્ય જાણે, છે અહીં દેખાવનું!
ચોર નોતો, તોય શક પાકો થયો.

પાડવાને વટ ઘણો મથ્યો અહીં,
કૈં કરી શક્યો નહીં, બાઘો થયો.

ભાગતો આઘો ડરી જેના થકી,
એ પળો સંગે હવે નાતો થયો.

કેમ સાગર આમ આગળ જૈ શકું,
 ફૂલ માની ત્યાં ગયો, કાંટો થયો.

- '
સાગર' રામોલિયા

ગુરુવાર, 22 નવેમ્બર, 2012

દાઝે છે (ગઝલ)

(ગાલગાગા ગાલગાગા ગાગા)

મસ્તકે-મસ્તક સમજ દાઝે છે,
પારકા સુખથી સહજ દાઝે છે.

ક્યાં બને થોડે બધા સંતોષી,
રૂપિયા-પૈસા અબજ દાઝે છે.

રોજ લાગે છે નજર સૌ સુખને,
મ્હેફિલે જાતા તરજ દાઝે છે.

આજ આડો આંક વાળે છે સહુ,
જ્યાં જુઓ ત્યાં તો ગરજ દાઝે છે.

હોય સાગર આગ સૌનાં દિલમાં,
રોજ અંગારે મગજ દાઝે છે.

- '
સાગર' રામોલિયા

બુધવાર, 14 નવેમ્બર, 2012

સાલમુબારક


સૌને જિંદગી ખુશહાલ મુબારક,
સૌને મારા સાલ મુબારક.
- સાગર રામોલિયા

રવિવાર, 28 ઑક્ટોબર, 2012

ખિસકોલી (મોનોઈમેજ)

(૧)
ઝાડની ડાળ-ડાળ
જાણે ખિસકોલીના
અવનવા રસ્તા!
(૨)
ખિસકોલીના
પટ્ટાવાળા પારદર્શક
શરીરમાં અટવાયા
શ્રીરામ!
(૩)
 ખિસકોલીથી
સમય
કંટાળતો નહિ હોય!
તે બોલવાનું
બંધ જ
નથી કરતી!
(૪)
શ્રદ્ધા-અંધશ્રદ્ધામાં
અટવાયેલો
 ખિસકોલી જેવો
આપણો જીવ,
નક્કી નથી કરી શકતો
કે
મરેલી ખિસકોલી પાછળ
શેનું દાન કરવું?
સોનાનું કે ચાંદીનું?
કે પછી
આવી કવિતાનું......?

- સાગર રામોલિયા

રવિવાર, 14 ઑક્ટોબર, 2012

ફૂલોની દુનિયા part 2

()
જુઓ આજ નાચે છે ફૂલોની દુનિયા,
મસ્ત બની રાચે છે ફૂલોની દુનિયા.
સાગર આ ફૂલો ટમટમતા તારલા,
દુનિયાને વાંચે છે ફૂલોની દુનિયા.
(૪)
ક્યાંય નહિ ઝૂકે આ ફૂલોની દુનિયા,
સૌંદર્ય નહિ મૂકે આ ફૂલોની દુનિયા.
સાગર જગમાં એની અનેરી અમીરાત,
ભાવ નહિ ચૂકે આ ફૂલોની દુનિયા.
 
- 'સાગર' રામોલિયા

રવિવાર, 7 ઑક્ટોબર, 2012

મળો (મુક્તક)

મળો તો હેતથી મળો,
ન કોઈ સંકેતથી મળો.
મળે સાગર અંતર રાખી,
એને સો વેંતથી મળો.

- સાગર રામોલિયા

રવિવાર, 30 સપ્ટેમ્બર, 2012

ફૂલોની દુનિયા (મુકતકો)

(૧)
આનંદમાં લહેરાય છે ફૂલોની દુનિયા,
મંદ-મંદ હસી જાય છે ફૂલોની દુનિયા.
સાગર આ ફૂલોને દુ:ખની ક્યાં ખબર!
નિત નવા પ્રેમે રોપાય છે ફૂલોની દુનિયા.
()
સૂર-સૂરમાં મિલાવે તાલ ફૂલોની દુનિયા.
કણ-કણમાં ફેલાવે વ્હાલ ફૂલોની દુનિયા.
સાગર આ દુનિયાની જુઓ વિશાળતા,
આ જગમાં માલામાલ ફૂલોની દુનિયા.

- 'સાગર' રામોલિયા

શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012

મીરાં અને હું (ગીત)


મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા,
બંને ધરતાં ધ્યાન, મને અક્ષર મળ્યા.
        મીરાં કાનની પ્રેમદીવાની,
                હું દીવાનો અક્ષરનો;
        બંનેનો તો એક જ ભાવ,
                આનંદ મળે જીવતરનો,
બંને કરીએ ગાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા.

        કાનનાં ગુણ ગાવામાં મીરાં,
                શુદ્ધબુદ્ધ પણ ગુમાવે;
        હું પણ બનું કલ્પનામાં મસ્ત,
                અક્ષરો જ નજરે આવે,
એ વિના જગ વેરાન, મને અક્ષર મળ્યા,
મીરાંને મળ્યો કાન, મને અક્ષર મળ્યા.

- ‘સાગર રામોલિયા